– ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન
– જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ભરૂચ,
દેશભરમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે કાળા કપડા પહેરીને કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કાળા કપડા પહેરી ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદ, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત મહિલા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




