આવતીકાલે ૯ થી ૫ કલાક દરમ્યાન ભરૂચના બંબાખાના સ્થિત આવેલ અંબેમાતા વિદ્યાલય ખાતે ‘સેવા સેતુ” કાર્યક્રમ યોજાશે

SHARE:

– ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-૧,૨,૯,અને ૧૦ માટેના લાભાર્થીઓ લાભ લઈ શકશે

ભરૂચ,

ભરૂચ શહેરમાં ભરૂચ નગર પાલિકા દ્વારા પાલિકા કક્ષાના “સેવા સેતુ”કાર્યક્રમ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે.ભરૂચ શહેરના અરજદારોને ઘર આંગણે જ સરકારી સેવાનો લાભ મળી શકે તે માટે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેવા સેતુ અંતર્ગત લોકોને આવકના દાખલા,જાતિના પ્રમાણપત્ર સહિતના વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો ત્વરિત એક જ સ્થળ પરથી ઉપલબ્ધ થાય છે.

ભરૂચ શહેરના નાગરિકોની વ્યક્તિલક્ષી રજુઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્નમાં હોય એવા વિભાગોને સાથે રાખી સ્થળ પર જ લાભાર્થીઓને યોજનાકીય લાભ મળી રહે તે હેતુસર આવતીકાલે ૦૯/૧૦/૨૦૨૬ શુક્રવારના રોજ સવારે ૯ કલાકથી ૫ કલાક દરમ્યાન ભરૂચના બંબાખાના રોડ,અંબે માતા વિદ્યાલય ખાતે નગરપાલિકાના વોર્ડ નંબર ૧,૨,૯ અને ૧૦ માટેનો સેવાસેતુ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.આ સેવા સેતુ કાર્યક્રમનો અરજદારો અને લાભાર્થીઓને લાભ લેવા ભરૂચ નગર પાલિકા દ્વારા લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!