ઝઘડિયા તાલુકાના સંજાલી ગામનો મુખ્ય રસ્તો વર્ષોથી બિસ્માર : ગ્રામજનો અને ખેડૂતો ભારે હાલાકી ભોગવવા મજબૂર

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વિકાસના બણગાં મંત્રીઓ ધારાસભ્યને સાંસદો દ્વારા ફુકવામાં આવે છે આ બધા નેતાઓ જ્યાં વિકાસ થાય છે ત્યાંની જ વાત કરે છે ! પરંતુ જ્યાં વિકાસ થતો નથી તેની વાત ક્યારેય કરતા નથી અને પૂરતું ધ્યાન પણ અવિકસિત ગામડાઓમાં આપતા નથી! ત્યારે સત્ય વાત કંઈક ઓર જ હોય છે! શહેરી વિસ્તારોમાં મોટા પાસે આપને વિકાસ જોવા મળે પરંતુ અંતરિયાળ ગામડાઓમાં વિકાસ ઝાંખો પડતો હોય તેવા અનેક દાખલાઓ ઝઘડિયા તાલુકા જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાં જોવા મળે છે! ઝઘડિયા તાલુકામાં આવેલા સંજાલી ગામનો મુખ્ય રસ્તો છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સંજાલી ગામને જાંબોઈ અને ઉમલ્લા તરફ જોડતો આ મહત્વપૂર્ણ રસ્તો છે.આ માર્ગ પરથી રોજિંદા ધોરણે અછાલિયા, નાની જાંબોઈ, મોટી જાંબોઈ અને સારસા સહિતના આસપાસના અનેક ગામોના લોકોની અવરજવર રહે છે. બિસ્માર માર્ગને લઈને ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ ખેતપેદાશો અને માલસામાનની હેરફેર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. વળી આ રસ્તા પર આવેલું નાળું પણ અત્યંત જર્જરિત હાલતમાં છે,જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે.ચોમાસા દરમિયાન રસ્તા પર કાદવ-કીચડ થતો હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો અવારનવાર લપસીને પડી જાય છે,જેના કારણે કપડાં પણ બગડે છે અને ઈજા થવાનો ભય રહે છે.સંજાલી ગામના લોકો માટે આ જ રસ્તો સ્મશાનગૃહ તરફ જવા માટેનો એકમાત્ર માર્ગ છે.અંતિમયાત્રા વખતે પણ લોકોને આ કાદવ-કીચ્ચડ વાળા રસ્તા પરથી પસાર થવું પડે છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અંગે અગાઉ પણ ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી છે.છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી હાલાકી ભોગવી રહેલા ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ રસ્તાને વહેલી તકે પાકો અને સુવિધાજનક બનાવવામાં આવે.

 

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!