ધારીખેડા સુગર ફેક્ટરીમાં સભાસદોની યાદીને લઈને બબાલ

SHARE:

– કસ્ટોડીયન તરીકે મુકાયેલા સુનિલ પટેલ અને તેમના સાગરીતો દ્વારા દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો : પોલીસ બોલાવવી પડી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીમાં સભાસદોની યાદીને લઈને બબાલ થઈ હતી.કસ્ટોડીયન તરીકે મુકાયેલા સુનિલ પટેલ અને તેમના સાગરીતો દ્વારા દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો હતો.જેમાં સુગર ફેક્ટરીના કર્મચારીઓ સાથે ગાળાગાળી કર્યાના વિડિઓ વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

સભાસદોની યાદીની માંગણીને લઈને સુનિલ પટેલ અને સાગરીતો દ્વારા હોબાળો મચાવ્યો હતો.આ અગાઉ પણ સુનિલ પટેલ અને તેમના સાગરીતોને સભાસદોની યાદી આપવામાં આવી હતી

તેમ છતાં ફરી યાદીની માંગણી કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ સુગર સત્તાઘીશોએ કર્યો હતો અને સભાસદોને ગેરમાર્ગે દોરી સુગર ફેક્ટરીનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો.

આવનારા દિવસો માં સુગર ની ચૂંટણી આવી રહી છે જેને લઈ વિપક્ષ દ્વારા બબાલો કરવામાં આવી રહી છે.સુગર કર્મચારીઓ એ સ્વબચાવ માટે પોલીસ બોલાવી ત્યારે મામલો થાળે પડ્યો હતો સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ધારીખેડા સુગરમાં ચર્ચા ગરમાઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!