આમોદ નગરપાલિકાની કડક ચેતવણી બાદ જાહેરમાં રખડતા પશુઓ પાંજરે પુરાયા

SHARE:

– પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની કડક કાર્યવાહીથી પશુમાલિકોમાં ફફડાટ

ભરૂચ,

આમોદમાં રખડતા પશુઓના ત્રાસને નિયંત્રણમાં લેવા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જાહેર માર્ગો અને બજારમાં રખડતા પશુઓને કારણે વાહનચાલકો તથા રાહદારીઓને પડતી મુશ્કેલીઓના પગલે નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે પશુઓ પકડવાની કામગીરી હાથ ધરી હતી જેથી પશુમાલિકોમાં ફફડાટ ફેલાયો હતો.

કામધેનુ ગૌ રક્ષા સમિતિ ભરૂચની ટીમ દ્વારા પાંચથી વધુ રખડતા પશુઓને પકડી પાંજરે પૂરવામાં આવ્યા હતા.ત્યારબાદ આ પશુઓને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા અગાઉ રિક્ષા મારફતે જાહેરાત કરીને પશુમાલિકોને પોતાનાં પશુઓને જાહેર માર્ગો પર રખડતાં ન મૂકવા ચેતવણી આપવામાં આવી હતી.જો કે આ ચેતવણી છતાં સમસ્યા યથાવત રહેતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે પશુઓને જાહેર રસ્તાઓ પર રખડતાં મૂકતા પશુ માલિકોમાં પણ ભય જોવા મળ્યો હતો.

જાહેર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ હાથ ધરેલી આ કામગીરીથી નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.ત્યારે રખડતાં પશુઓને પકડવાની કામગીરીનું આમોદ પાલિકાનું અભિયાન સતત ચાલુ રહે અને આમોદ નગરને રખડતા પશુઓના ત્રાસ માંથી મુક્તિ મળે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!