સાગબારા જંગલ જમીન વિવાદ વધુ વકર્યો : સાંસદ મનસુખ વસાવા ફરી ખેડૂતોના સમર્થનમાં આવી નેતાઓ અને અધિકારીઓ પર વિફર્યા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારા જંગલ જમીન વિવાદ વધુ વકર્યો છે સાંસદ મનસુખ વસાવા ફરી ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા અને નેતાઓ અધિકારીઓ પર વિફર્યા હતા.

2 મહિનાથી જમીન વિવાદ સામેચાલી રહી છે ખેડૂતોની લડતમાં સાંસદ મનસુખ વસાવા ફરી ખોપી પહોંચ્યા હતા અને સાગબારા-ઉમરપાડા જંગલ જમીન મુદ્દે મનસુખ વસાવાએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.

શંકરસિંહ વાઘેલા,પ્રભુ વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો.સાંસદે આક્રોશ સાથે જણાવ્યું હતું કે મોટા મોટા નિવેદો કરીને એક દિવસ માટે જતા રહ્યા પછી ભારવા પણ આવ્યા નથી.મહેરબાની કરી મને કોઈ છંછેડશો નહીં હું આદિવાસી નાહક માટે લડુ છુંએને કોઇ રાજકીય સ્વરૂપ ના આપે.એવી ચીમકી પણ આપી હતી.ખેડૂતોના આંદોલનને કેટલાક લોકો તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જે અમે નહીં થવા દઈએ.ગણપત વસાવાને બંને તાલુકાના ખેડૂતોના હિતમાં સહકાર આપવા અપીલ કરી હતી.શંકરસિંહ બાપુ,તુષાર ચૌધરી, અનંત પટેલ, પ્રભુ વસાવાને પણ સાંસદે ફરી આડે હાથે લીધા હતા.

નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જંગલ જમીનના મુદ્દે ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

મનસુખ વસાવાએ જણાવ્યું કે સાગબારા અને ઉમરપાડા બંને તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન સંવેદનશીલ છે અને આ મુદ્દાનો ઉકેલ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આવવો જોઈએ.હવે જંગલ જમીનના હકનો આ મુદ્દો માત્ર સ્થાનિક ખેડૂતો પૂરતો સીમિત ન રહેતા રાજકીય નેતાઓના નિવેદનોને કારણે પણ ચર્ચામાં આવ્યો છે.

મને માહિતી મળી છે કે સાગબારા તાલુકાના ખેડૂતો જે જમીન પર ખેતી કરે છે ત્યાં વન વિભાગ મોટો પ્રોજેક્ટ લાવી રહ્યો છે.ફોરેસ્ટ અધિકારીઓ અને નેતાઓ આદિવાસીઓને અંદર અંદર લડાવી રહ્યાં છે તે બંધ કરે.નેતાઓ આ મુદ્દાને રાજકીય સ્વરૂપન આપતા એનો ઉકેલ કેમ આવે તેના વિશે વાત કરે એવી તાકીદ કરી હતી.મારે ગુજરાતના તમામ આદિવાસીઓને અપીલ છે કે તમે બધા અહીં આવોને સાગબારા ખેડૂતોની મદદ કરો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!