ભરૂચ એસઓજી પોલીસે જંબુસર બાયપાસના મહમદી શોપિંગમાં ચા ની દુકાન ચલાવતા સંચાલક પાસેથી 96 ગ્રામ અફીણ ઝડપી પાડ્યું

SHARE:

– રાજસ્થાનના સોનુ નામના ઈસમ પાસેથી અફીણ મેળવી ભરૂચ લાવ્યો હતો નરેશ પાટીદારે : બી ડિવિઝનમાં ગુનો નોંધાયો 

ભરૂચ,

ભરૂચ શહેરમાં ‘અફીણવાળી ચા’ની ચર્ચા વચ્ચે જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીનો સંચાલક અફીણ સાથે ઝડપાતાં ચકચાર મચી છે.ભરૂચ SOGની ટીમે મોહમદી કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનના સંચાલક નરેશ તાજેત પાટીદારના રૂમમાંથી 48 હજારની કિંમતનું 96 ગ્રામ અફીણ અને મોબાઈલ ફોન મળી કુલ 58 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યોં હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે SOGની ટીમે પીઆઈ એ.વી.પાણમીયાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનના ઉપરના ભાગે આવેલા રૂમ માંથી અફીણ મળી આવતાં સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં તેણે પોતે લાંબા સમયથી અફીણનો બંધાણી હોવાનું અને અંગત સેવન માટે અફીણ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, અફીણ ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યું હતું તે અંગે પોલીસની તપાસ ચાલુ છે.બીજી તરફ ભરૂચમાં ચાની દુકાન સાથે જોડાયેલી ‘અફીણવાળી ચા’ની અફવા દિવસભર ચર્ચાનો વિષય બની હતી. જોકે, SOGની સ્પષ્ટતા બાદ દુકાન માંથી ચા નહીં, પરંતુ સંચાલકના કબજામાંથી અફીણ મળી આવ્યું હોવાની હકીકત સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, અફીણમાંથી બનાવવામાં આવતી ચા માટે ‘પોપી ટી’ શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ કેસમાં દુકાન પર આવી ચા વેચાતી હોવાનો કોઈ પુરાવો સામે આવ્યો નથી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!