– પ્રથમ નોરતે હરસિધ્ધિ માતા મંદિરે પ્રથમ આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજથી રાજપીપળા ખાતે પાવન નવરાત્રી પર્વનો ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે.પ્રથમ નોરતે હરસિધ્ધિ માતા મંદિરે પ્રથમ આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.દર્શનમાટે ભક્તોની એક કિમી લાંબી લાઈન શ્રદ્ધાનો સાગર ઉમટ્યો છે.પ્રથમ દિવસે એક લાખથી વધું ભક્તો ઉમટ્યા હતા.
આજથી હરસિધ્ધિ માતા મંદિરેઆજથી નવ દિવસ ભવ્ય મેળો ભરાયો છે.રાજવી પરિવાર ની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે દિવસની ત્રણ આરતીમાં માનવ મહેરામણ ઉમટે છે માતાજી પ્રત્યે અગાધ શ્રધ્ધાહોવાથી દરેકની મનોકામના અહીં પૂર્ણ થાય છે.
425 વર્ષ પુરાણા મંદિરે નવરાત્રી દરમ્યાન જુદાજુદા શણગાર અને વિવિધ સવારીઑના દર્શન જોવા મળશે.માતાજીને રાજવી પરંપરાગત આભૂષણો દાગીના પહેરાવાયા છે.નોમના દિવસે રાજપીપલા રાજવી પરિવારદ્વારા થશે યજ્ઞ પૂજાનું આયોજન છે.
હરસિદ્ધિ માતા રાજવી પરિવારના કુળદેવી ગણાય છે.રાજાને સ્વપ્નમાં આવી માતાજીએ ક્હ્યું કે જો તારે મને તારા નગરમાં લાવવી હોય તો હું તારી સાથે આવીશ.માતાજીએ રાજાને સાક્ષાત દર્શન આપ્યા હતા.શ્રી હરસિદ્ધિ માતાજીનુ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઈ.સ 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું.
425 વર્ષ પુરાણા મંદીરે નવરાત્રી દરમ્યાન જુદાજુદા શણગાર અને વિવિધ સવારીઑના દર્શન ભક્તોને થશે.નોમના દિવસે રાજપીપલા પરિવારદ્વારા યજ્ઞ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.નવ દિવસ હજારો ભક્તોમાટે વીના મુલ્યે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.




