રાજકોટના ચારેય ઝોનમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓનો અદ્ભુત ઉત્સાહ : ગરબે ઘૂમતા હજારો ખેલૈયાઓ

SHARE:

– નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને સાઉથ ઝોનમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

– અત્યાધુનિક સાઉન્ડ, ડ્રોન કેમેરા અને હાઇટેક વ્યવસ્થા વચ્ચે માં ખોડલની આરાધના

રાજકોટ,

શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પારિવારિક અને સુરક્ષિત માહોલમાં રાજકોટ શહેરમાં વિશેષ આયોજન રૂપે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે.રાજકોટ શહેરના ચારેય ઝોન (નોર્થ,વેસ્ટ,ઈસ્ટ અને સાઉથ ઝોન)માં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચારેય ઝોનના ગરબા ગ્રાઉન્ડ પર દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી રહ્યા છે,જેનાથી સમગ્ર રાજકોટ શહેર ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણમાં રંગાઈ ગયું છે.

રાજકોટના નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને સાઉથ ઝોનમાં યોજાયેલા આ ગરબા મહોત્સવમાં યુવા ખેલૈયાઓથી લઈને તમામ વયના લોકો પરંપરાગત ચણિયાચોળી અને કુર્તા-પાયજામામાં ગરબાના તાલ પર ઉત્સાહપૂર્વક ઝૂમી રહ્યા છે.ગરબા ગ્રાઉન્ડ પર મા ખોડલની દિવ્ય મૂર્તિની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.ગરબા રમતી વખતે ખેલૈયાઓ હાથમાં પવિત્ર ધ્વજ સાથે ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે.ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે હાઈ-ટેક સાઉન્ડ સિસ્ટમ,ઝગમગતી લાઈટિંગ, સ્ટેજ પરથી સ્પેશિયલ કન્ફેટી અને સ્મોક ઈફેક્ટ્સ તથા લાઈવ કવરેજ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુવિધા માટે અત્યાધુનિક કમ્પ્યુટર સિસ્ટમ અને સુસજ્જ ડોમ સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે.પરિવાર અને મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે સીસીટીવી કેમેરા, બાઉન્સર અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા,તબીબી સેવાઓ તેમજ પાર્કિંગની ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!