ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈના રોજ યોજાયેલ પ્રથમ સામાન્ય સભાને લઈને પ્રાદેશિક કમિશ્નરનું તેડું!

SHARE:

– સામાન્ય સભામાં 206 કરોડનો હિસાબ વિપક્ષે માંગતા જ અધુરી સામાન્ય સભા છોડનાર સત્તાપક્ષના સભ્યો અને અધિકારીઓને 29 મી ઓક્ટોબરે હાજર થવા ફરમાન

– 206 કરોડનો હિસાબ માંગતા જ સત્તા પક્ષે એજન્ડા ઉપર વાત કર્યા વિના જ ચાલુ સભામાં જ રાષ્ટ્રગીત શરૂ કરી સભાખંડ છોડ્યો હતો

– ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ નગર સેવકોએ પ્રાદેશિક કમિશ્નરમાં ફરિયાદ દાખલ કરતા સુનાવણીનું ફરમાન

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં મળી હોય અને વિપક્ષીઓએ પણ વીતેલા વાર્ષિક એક વર્ષનો 206 કરોડનો હિસાબ માંગતા જ સત્તા પક્ષે બહુમતીના જોડે એજન્ડા ઉપર વાત કર્યા વિના જ ચાલુ સભામાં રાષ્ટ્રગીત શરૂ કરી સભાખંડ છોડીને ભાગી જતા આખરે વિપક્ષમાં કોંગ્રેસે પણ તાત્કાલિક ધોરણે સભા રદ કરાવવા માટે સુરત પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરતા 29 મી ઓક્ટોબરે નગરપાલિકાના તમામ સભ્યોને હાજર થવાના ફરમાન આપતા જ સત્તા પક્ષના હોસ ઉડી ગયા છે.

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં મળી હોય જેમાં નગરપાલિકાના વિવિધ ચેરમેનો અને વિવિધ કામો ના એજન્ડા ઉપર સામાન્ય સભાનું આયોજન કરાયું હોય જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંને સામાન્ય સભામાં હાજર થતા જ પ્રથમ સત્તાપક્ષ અને વિપક્ષના લોકો વચ્ચે શાબ્દિક પ્રહારો વચ્ચે સામાન્ય સભામાં ભરૂણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ અને તમામ સભ્યો પણ હાજર હોય અને એજન્ડા ઉપર વાત શરૂ કરતા જ વિપક્ષ તરફથી વીતેલા એક વર્ષમાં 206 કરોડ રૂપિયાના ખર્ચ થયેલા હિસાબો સામાન્ય સભામાં રજૂ કરવા માટેનું આહવાન કરતાં સત્તા પક્ષ દર સામાન્ય સભામાં જે પ્રકારે ચાલુ સભામાં રાષ્ટ્રગીતનું અપમાન કરી રાષ્ટ્રગીત શરૂ કરી સભાખંડ છોડી દેતા હોય તે જ પ્રકારે રાષ્ટ્રગીત શરૂ કરી નગરપાલિકાની સામાન્ય સભા અધૂરી છોડી સત્તાપક્ષ સભાખંડ છોડીને જતો રહેતા વિપક્ષના નગરપાલિકાના સભ્યોએ એજન્ડા ફાડી કાગડિયા સભાખંડમાં ઉડાવતા જ અને સત્તા પક્ષ પણ પોતાની મનમાની કરી હોવાના આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના નગરસેવક જીગ્નેશ બ્રહ્મભટ્ટે આ બાબતે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સાઉથ ઝોન પ્રાદેશિક કમિશનર એસ.ડી વસાવાને ફરિયાદ કરતા સમગ્ર મામલે સુરત પ્રાદેશિક કમિશનરે ભરૂચ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને ભરૂચ નગરપાલિકાના તમામ સામાન્ય સભાના સભ્યોને નોટિસ ફટકાડી 29 મી ઓક્ટોબર 2026ના રોજ થનારી સુનવણીમાં હાજર થવાનું ફરમાન કરતા ભરૂચ નગરપાલિકાના સત્તા પક્ષમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!