ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ડીમ્પલ રાજની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાતા ૧૧ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી અપાઈ

SHARE:

– જિલ્લા વિકાસ અધિકારી યોગેસ કાપસેની વિશેષ ઉપસ્થિતિ રહી

ભરૂચ,

ભરૂચ જિલ્લા પંચાયત કચેરીના સમિતિ ખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલ રાજની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં રજૂ કરાયેલા ૧૧ એજન્ડાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

આ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ તથા તે સભામાં લીધેલ નિર્ણય પર લીધેલા પગલાનો અહેવાલ વંચાણે લેવામાં આવ્યો હતો.જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધ, ૫૦.૦૦ લાખથી ઉપરનાં કામોનાં સ્વીકારેલ ટેન્ડરોને બહાલી આપવામાં આવી હતી.જિલ્લા પંચાયત સને ૨૦૨૫-૨૬ ના વર્ષનો વાર્ષિક હિસાબ મંજુર કરવા, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ જિલ્લા તેમજ પેટા પ્રભાગીય સ્તરની સમિતિઓમાં બિન સરકારી સભ્યોની નિમણુંક કરવા, જિલ્લા પંચાયત ભરૂચના ૧૫માં નાણાપંચ હેઠળ મળેલ વ્યાજની રકમનું આયોજન મંજુર કરવા, જિલ્લા પંચાયત ભરૂચ હસ્તકની જુદી-જુદી ગ્રાન્ટ હેઠળ વિકાસના કામોમાં ફેરફાર કરવા, જિલ્લા પંચાયત ભરૂચના સ્વભંડોળ ર વિકાસના કામો મંજુર કરવા, જિલ્લા પંચાયત ભરૂચ હસ્તકની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાંટ હેઠળ વિકાસના કામો મંજુર કરવા, જિલ્લા પંચાયત, ભરૂચના સને ૨૦૨૬-૨૭ ના મૂળ અંદાજપત્રની જોગવાઈ અનુસાર જિલ્લા વિકાસ અધિકારીના ગ્રાંટના કામો મંજુર કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.સાથો સાથ સામાન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી એજન્ડા લેવામાં આવ્યો હતો.જેમાં ભોલાવ ખાતે આરોગ્ય કેન્દ્ર માટેની જગ્યાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.

આ સામાન્ય સભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) નિકુંજ પટેલ, ઉપપ્રમુખ અજિતકુમાર વસાવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!