ભરૂચની કે.જે.પોલીટેકનિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓમાં નારાજગી

SHARE:

ભરૂચ,

ભરૂચની કે.જે.પોલીટેકનિકના વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થાને લઈને કેટલીક ગંભીર ફરિયાદો રજૂ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પરીક્ષાનો સિલેબસ સમયસર જાહેર ન થવો,ભણાવવામાં ન આવેલા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછાવા, સિલેબસ અને પ્રશ્નપત્ર વચ્ચે સુસંગતતાનો અભાવ તથા પરીક્ષા માટે પૂરતો સમય ન મળવા જેવી સમસ્યાઓ વિદ્યાર્થીઓની તૈયારીને અસર કરી શકે છે.

ખાસ કરીને થર્ડ અને ફિફ્થ સેમેસ્ટરમાં યોજાતી Open Book Examination અંગે વિદ્યાર્થીઓએ GTUના લાગુ પડતા નિયમો અને અધિકૃત મંજૂરી અંગે સ્પષ્ટતા તથા તપાસની માંગણી કરી છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે મિડ સેમેસ્ટર અને ફાઇનલ પરીક્ષાની પદ્ધતિમાં તફાવત હોય તો અંતિમ પરીક્ષાની તૈયારીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વિદ્યાર્થીઓએ સંસ્થાના પ્રિન્સિપાલશ્રી સમક્ષ સામૂહિક ફરિયાદ રજૂ કરીને તમામ મુદ્દાઓની તાત્કાલિક તપાસ, પરીક્ષા સંબંધિત નિયમોનું પાલન, સિલેબસ સમયસર જાહેર કરવા અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતનું રક્ષણ કરવા માંગણી કરી છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે જો સંસ્થાના સ્તરે યોગ્ય નિરાકરણ નહીં આવે, તો તેઓ ઉપલબ્ધ પુરાવા સાથે સંબંધિત ઉચ્ચ સત્તાધિકારીઓ અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સમક્ષ રજૂઆત કરશે.વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી છે કે પારદર્શક પરીક્ષા વ્યવસ્થા, સમયસર સિલેબસની જાહેરાત, ભણાવવામાં આવેલા અભ્યાસક્રમ મુજબ મૂલ્યાંકન અને લાગુ પડતા નિયમોનું પાલન.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!