ભરૂચ,
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં બંને મહાનુભાવોની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રત્યેના યોગદાનને સ્મરણ કરવામાં આવ્યું હતું.સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પ તેમજ ઈન્દિરા ગાંધીના દેશના વિકાસમાં રહેલા યોગદાનને કોંગ્રેસના આગેવાનોએ યાદ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી,શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોએ બંને મહાનુભાવોના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.



