દહેજ અને વિલાયત ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 180થી વધુ સિક્યુરિટી પર્સન માટે ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા સાયખા- વિલાયત ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનને સાથે રાખીને દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દહેજ ખાતે અંદાજિત 100 સિક્યુરિટી પર્સન તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ વિલાયત ખાતે આશરે 80 સિક્યુરિટી પર્સનની હાજરીમાં ફાયર સેફટી તથા ફર્સ્ટ એઈડ બાબતે નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ ભરૂચના નાયબ નિયામક ડી.બી.ગામીત,એસ.પી. પાઠક નાયબ નિયામકશ્રી ભરૂચ તથા એ.આર.પિઠીયા મદદનીશ નિયામક તથા વાય.એમ.પટેલ,મદદનીશ નિયામક તથા એમ.બી.પટેલ દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા ડૉ.મહેશ વશી સાયખા-વિલાયત ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવાળીના તહેવારોમાં કારખાનામાં ખૂબ જ ઓછો સ્ટાફ હાજર હોય અથવા તો અમુક કારખાના સંપૂર્ણ બંધ હોય છે અને સિક્યુરિટી પર્સન જ હાજર હોય છે આવા સમયે કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર આગ/ધડાકા જેવા આકસ્મિક સંજોગોને પહોંચી વળવા તથા જરૂરી કોમ્યુનિકેશન કરવા અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!