– દિવાળી પર્વ ટાણે સાંસદ મનસુખ વસાવાની સોશ્યલ મીડિયા પોસ્ટથી ભરૂચ નર્મદાનાં રાજકારણમાં ખળભળાટ : છેલ્લા 3 મહિનાથી આંદોલન કરી રહેલા સાગબારા ખોપી નાલ ગામનાં ખેડૂતોમાં ભારે રોષ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જંગલ જમીન મુદ્દે ચાલી રહેલા આંદોલનને ઝટકો લાગે એવી પોસ્ટ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં કરતા ખળભળાટ મચી ગયો છે.
સાગબારા તાલુકાના આંદોલનકારીઓને તેમજ નર્મદા અને ભરૂચ જિલ્લાના એક પણ આદિવાસીને જંગલની જમીનનો અધિકાર મળવાનો નથી.એવી પોસ્ટ કરતા છેલ્લા 3 મહિનાથી આંદોલન કરી રહેલા સાગબારા ખોપી નાલ ગામનાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.સોશ્યલ મીડિયામાં સાંસદે પોસ્ટ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ટૂંકા સમયમાં ૧૪,૦૦૦થી ૧૫,૦૦૦ આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે.વર્ષ ૨૦૦૫થી ૨૦૦૬ દરમ્યાનના લોકોને જંગલની જમીનના અધિકારઆપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બદલ હું રાજ્ય સરકારનોખૂબ ખૂબ આભાર માનું છું.
પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે, જંગલની જમીનના અધિકારપત્રો આપવા અંગેની રજૂઆત સાગબારા તાલુકાના નાલ-ખોપીવિસ્તારના આદિવાસીઓના આંદોલનને કારણે કરવામાં આવી હતી અને તેના પરિણામે રાજ્ય સરકારે આ સારો નિર્ણય લીધો છે.અમારી નર્મદા જિલ્લાની પણ રજૂઆત હતી કે આદિવાસીઓને જંગલની જમીનના અધિકારપત્રો આપવામાં આવે.પરંતુ મને જે જાણવા મળ્યું છે તે પ્રમાણે, સાગબારા તાલુકાના આંદાલનકારીઓને તેમજ નર્મદા અને ભરૂચ જિલ્લાના એક પણ આદિવાસીને જંગલની જમીનનો અધિકાર મળવાનો નથી.
જંગલ ખાતાનો આ અંગેનો કોષ્ટક (પત્ર) જોયો છે, જેમાં નર્મદા સહિતના કેટલાક જિલ્લાઓ સામે શૂન્ય (0) દર્શાવવામાં આવ્યું છે, જે ખૂબ જ અન્યાયકારી છે. કેટલાક જિલ્લાઓને હજારોની સંખ્યામાં અધિકારપત્રો આપવાના છે,જયારે અધિકારપત્રોની માંગણી કરતા જિલ્લાઓને શૂન્યની સંખ્યામાં મૂકી દેવામાં આવ્યા છે. જો અમારી સાથે ન્યાય કરવામાં નહીં આવે, તો નર્મદા સહિતના વંચિત જિલ્લાઓના આદિવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં આંદોલનના માર્ગે જશે.તેથી મારી વિનંતી છે કે નર્મદા જિલ્લા સહિત બાકીના તમામ જિલ્લાઓના આદિવાસીઓને પણ જંગલની જમીનના અધિકારપત્રો મળવા જોઈએ તેવી મનસુખ વસાવાએ માંગણી કરી છે.



