અંકલેશ્વરના કાંસિયા ગામેથી આઠ ફૂટ લાંબો અજગર સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામ માંથી એક વિશાળ અજગર મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.ગામની વાડી વિસ્તારમાંથી આ અજગર મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

કાંસિયા ગામનાં રહેવાસી અંકુરભાઈ વસાવાની વાડીમાં આ અજગર નજરે પડ્યો હતો.પોતાની વાડીમાં અચાનક આટલો મોટો અજગર જોઈને તેઓ સતર્ક થઈ ગયા હતા અને તાત્કાલિક ભરૂચના રહેવાસી યોગેશ મિસ્ત્રીને ફોન કરીને જાણ કરી હતી.માહિતી મળતા જ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.આ ટીમે ભારે જહેમત અને કુશળતા દાખવીને મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો.

રેસ્ક્યુ કરાયેલા આ અજગરની લંબાઈ આશરે આઠ ફૂટ જેટલી લાંબી હોવાનું જાણવા મળ્યું છે.વન્યજીવ સંરક્ષણ ટીમની સમયસૂચકતા અને સચોટ કામગીરીનાં કારણે કોઈપણ પ્રકારનાં અનિચ્છનીય બનાવ વગર અજગરને કાબૂમાં લેવામાં આવ્યો હતો.

અજગરનું સફળ રેસ્ક્યુ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે યોગ્ય સલામત સ્થળે લઈ જવામાં આવ્યો છે.નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની આ પ્રશંસનીય કામગીરીથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન્યજીવ બચાવ ટીમનો આભાર માન્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!