ભરૂચના જામા મસ્જિદ અને પુરાતત્ત્વ વ્યાયામ શાળા મુદ્દે કોર્ટ હિન્દુઓને ન્યાય આપશે : પ્રવીણ તોગડિયા

SHARE:

– જંબુસરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ભરૂચ જીલ્લામાં મુલાકાત

(સંજય પટેલ, જંબુસર)

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓ જંબુસરની મુલાકાત લેતા સ્થાનિક કાર્યકરો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રવીણ તોગડિયાની મુલાકાતને પગલે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન ભરૂચમાં જામા મસ્જિદ અને પુરાતત્ત્વ વ્યાયામશાળા અંગે કોર્ટમાં ચાલી રહેલા વિવાદ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં પ્રવીણ તોગડિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા જે પણ નિર્ણય આપવામાં આવશે તેને પૂર્ણ સ્વરૂપે માન્ય રાખવામાં આવશે અને અંતે હિન્દુ સમાજની જીત થશે. તેમના આ નિવેદનથી આ મુદ્દે સંગઠનનો અભિગમ સ્પષ્ટ થયો હતો.

જંબુસર ખાતે તેઓ અમરસિંહ મહિપતસિંહ પઢીયારના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા.જ્યાં તેમણે શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને સમર્થકોએ તેમનું સ્વાગત કરી તેમની સાથે મુલાકાત કરી હતી. ઉપસ્થિત લોકો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો.

આ ઉપરાંત દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠના આયોજન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યકરોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

પ્રવીણ તોગડિયાની જંબુસર મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મુલાકાત દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન જંબુસરના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!