ભરૂચના નવા તવરા ગામે રાત્રે શેરડીના ખેતરમાં અચાનક આગ લાગતાં ભારે જહેમત બાદ કાબુમાં

SHARE:

– ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો 

ભરૂચ,

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ગત મોડી રાત્રે શેરડીના ખેતરમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. શેરડીના ઊભા પાકમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગની ઊંચી જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.ફાયર બ્રિગેડનાં ત્રણ જેટલાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.બીજી તરફ આગ વધુ ખેતરોમાં ફેલાય નહીં તે માટે ગ્રામજનોએ પણ સમયસૂચકતા દાખવી ટ્રેક્ટરની મદદથી ખેતર ખેડી નાખ્યું હતું. જેના કારણે ખેતરના બે ભાગ પડી જતાં આગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી હતી. જોકે, આગની આ ઘટનામાં શેરડીનો ઊભો પાક બળીને ખાખ થતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!