– સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારીના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા અનેક વિભાગો બંધ કરાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
કેવડિયા SOU માં વેકેશન માં પ્રવાસીઓ ના ધસારા વચ્ચે જંગલ સફારીના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ SOU માં હાલ વેકેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે જંગલ સફારીના 60 થી વધુ કર્મચારીઓ ત્રણ દિવસથી હડતાલ પર ઉતરી જતાપ્રવાસીઓની મુશ્કેલીમાં વધારાસાથે તંત્રની પણ દોડધામ વધી જવા પામી હતી.
જાણવા મળ્યા મુજબ રિલાયન્સ ના નેજા હેઠળના જંગલસફારી ના કર્મચારીઓની પગાર વધારાની માંગણી લાંબા સમય થી
પડતર છે અને બોનસ નથી મળ્યું તેમજ આકસ્મિક દુર્ઘટના માં વળત૨ પણ નથી મળતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી વધુ પ્રવાસીઓ જેની મુલાકાત લે છે એવાસરદાર પટેલ ઝુલોજિકલ પાર્કના (જંગલ સફારી). વિવિધ કર્મીઓ પગાર વધારો અને બોનસ મુદ્દે ‘‘ગો બેક વનતારા‘‘નીમાંગ સાથે હડતાળ પર ઉતરી જતા તંત્રદોડતું થયું છે. એક બાજુ દિવાળીની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો તો
બીજી બાજુ આ હડતાળને લીધે તંત્રદ્વારા સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક તથાએને સંબંધિત વિવિધ સ્થળો અસ્થાયી રૂપે બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણયલેવાયો છે.આ હડતાળને ૨ દિવસ થયા છતાં કોઈ સમાધાન થયું નથી.આ તમામ હડતાળી કર્મીઓને સમર્થન આપવા માટે હડતાળમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા કોંગ્રેસપ્રમુખ રણજીત તડવી, નર્મદા જીલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા અને એમની પાર્ટીના કાર્યકરોજોડાયા હતા.આ તમામ કર્મચારીઓએમાંગ કરી હતી કે અમને પગાર વધારો
યોગ્ય સગવડો આપવામાં આવે તથા અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે એવા આક્ષેપ સાથે સફારીનું પાર્કનુંસંચાલન રિલાયન્સના વનતારાનીજગ્યાએ ફરી પાછું વનવિભાગને સોંપવાઆવે એવી પણ માંગ કરી છે.એમણે માંગણી કરી હતી કે ઝુલોજિકલ પાર્કનો ૪૦ ટકા વહીવટ સરકાર અને ૬૦ ટકા વહીવટ રિલાયન્સ વનતારા દ્વારા કરાય છે.અમારી કામગીરીની સામે અને વધતી મોંઘવારી સામે અમને પગાર ઓછો અપાય છે.લેન્ડ લૂઝરોએ જણાવ્યું હતું કે જો માંગણી નહી સ્વીકારાય તો મોટું આંદોલન કરીશું.જ્યાં સુધી માંગણીઓનહી સ્વીકારાયત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની હડતાળી કર્મીઓએ ચીમકીઉચ્ચારી છે.આ દરમ્યાન માંગણીઓ સ્વીકારાશે કે કેમ એની લેખિત બાહેધરી મુદ્દે ઝુલોજિકલ પાર્કના અધિકારીઓ અને હડતાળી કર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જો કે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.



