ભરૂચના સોનેરી મહેલ વિસ્તારના નાના ભોઈવાડમાં બે માળના જૂના મકાનમાં આગ

SHARE:

– પાલિકા ફાયરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો 

– ઘટનામાં કોઈ જાનહાનિ નહીં : શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન 

ભરૂચ,

ભરૂચના સોનેરી મહેલ નજીક બે માળના જુના મકાનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી હતી. જોકે ફાયર વિભાગની બે ટીમ તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

ભરૂચ શહેરના નાના ભોઈવાડમાં સંજય જાદવ નું જૂનું મકાન આવેલ છે.જે મકાનમાં સોમવારના રોજ સંજય જાદવની પત્ની મકાન બંધ કરી મંદિર ગયા હતા જે બાદ મંદિરેથી પરત ફરતા મકાનમાં આગ લાગી હોવાનું જાણતા તેમને તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા. આગના પગલે ધૂમડાના ગોટે ગોટા ઉડતા આગની જાણ ભરૂચ નગરપાલિકા લના ફાયર વિભાગને કરતા ફાયર ટેન્ડર સાથે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે મકાન જૂનું હોય અને તેમાં લાકડું વધુ હોય આગ વધુ પ્રસારતા ફાયર વિભાગ દ્વારા અન્ય એક વોટર બ્રાઉઝર મંગાવવાની ફરજ પડી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.જોકે સદ્દનસીબે આગમાં ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર પણ હોય જોકે બ્લાસ્ટ ન થતા અને કોઈ જાનહાની નહીં સર્જાતા આગ સંપૂર્ણ પણે કાબુમાં આવી જતા તંત્ર અને સ્થાનિકોમાં રાહત નો શ્વાસ જોવા મળ્યો હતો.હાલ તો આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!