ભરૂચના જુના તવરા ગામે ખપ્પર જોગણી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચના જુના તવરા ગામે ખપ્પર જોગણી માતાજીના નવ નિર્માણ પામેલ મંદિરે આજે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તારીખ 26 ને શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે તવરા પાંચ દેવી મંદિરથી માતાજીની શોભા યાત્રા યોજાઈ હતી.જે શોભાયાત્રા સંપૂર્ણ જૂના તવરા ગામમાં મુખ્ય માર્ગો પર ફરી ખપ્પર જોગણી માતાજીના મંદિરે પહોંચી હતી.ત્યાર બાદ આજરોજ તારીખ 28 ને શનિવારના રોજ માતાજીના નવ નિર્માણ પામેલ મંદિરનો વિધિવત રીતે મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સવારે 9:00 કલાકે હવન સાંજે ચાર કલાકે શ્રીફળ હવન અને મહાપ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમ યોજાતા ખૂબ જ મોટી સંખ્યામાં જુના તવરા ગામના ગ્રામજનો માતાજીના મંદિરની પ્રતિષ્ઠામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!