નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં રોસ્ટર બેઠકને લઈને મુદ્દો ઉછળ્યો

SHARE:

– સેલંબાના વોર્ડ-૬ અને ૭ના મતદારો કલેક્ટર સમક્ષ પહોંચ્યા

– વોર્ડ નંબર ૬ અને ૭માં છેલ્લા ૧૫ વર્ષથી સામાન્ય (બિનઅનામત) બેઠક મળી નથીની રજુઆત

– ૧૫ વર્ષથી પ્રતિનિધિત્વ ન મળ્યાની રજૂઆત સાથે સામાન્ય

બેઠક ફાળવવાની માંગ કરી, સ્થાનિક પ્રશ્નો પણ ઉઠાવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વિવિધ વિસ્તારોમાંથી બેઠકોના રોસ્ટર અને પ્રતિનિધિત્વને લઈને રજૂઆતો શરૂ થઈ ગઈ છે.

આ જ ક્રમમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૬  અને ૭ (જમાદાર ફળિયા) ના મતદારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી છે.રજૂઆત કરવા આવેલા સ્થાનિક મતદારોના જણાવ્યા મુજબ, વોર્ડ નંબર ૬ અને ૭માં છેલ્લા ૧૫ વર્ષથી સામાન્ય (બિનઅનામત) બેઠક મળી નથી.મતદારોએ જણાવ્યું હતું કે આ બંને વોર્ડમાં ૧,૧૦૦થી વધુ મતદારો છે અને વસ્તીના ધોરણે રોસ્ટર પ્રમાણે તેમને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળવો જોઈએ.મતદારોએ પોતાની સ્થાનિક મુશ્કેલીઓ પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન વિસ્તાર માંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે, પેવર બ્લોક સહિતની કેટલીક સુવિધાઓનો અભાવ છે અને અન્ય વોર્ડની સરખામણીએ વિકાસના કામો પૂરતા થયા નથી.પોતાનો

 

પ્રતિનિધિ ચૂંટાયેલો ન હોવાથી રજૂઆત કોને કરવી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.આગામી પંચાયત ચૂંટણીમાં વોર્ડ નંબર ૬ અને ૭માં નિયમાનુસાર સામાન્ય બેઠક ફાળવવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય મળે તેવી માંગ સાથે મતદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!