(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડિયાના ભાલોદ બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવત નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી.
વર્ષમાં એક વખત શ્રાવણી પૂનમના દિવસે નૂતન યજ્ઞો પવિત ધારણ કરવાની ઋષિકાલીન પરંપરા આજે પણ જોવા મળે છે. જનોઈને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એમ ત્રિદેવને શરીર પર ધારણ કરવાની વિશેષ પરંપરા આજે પણ જળવાતી જોવા મળે છે
શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંઘન ભાઈ અને બહેનના પ્રવિત્ર સંબંધ દર્શાવતો તહેવાર આ દિવસે જેટલુ મહત્વ રક્ષાનું છે એટુલ મહત્વ સુતરની જનોઈનુ હોય છે ત્યારે બાહ્મણો આજ ના દીવસે જનોઈ પણ બદતા હોય છે આજે શ્રાવણી સુદ પૂરણિમાં દિવસે ઝઘડીયા તાલુકાના બાહ્મણો એ પોતાના શરીર પર ધારણ કરેલી જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણો એ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામૂહીક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.ભાલોદ ગામે આવેલી બહ્મસમાજની વાડી ખાતે ગામના બ્રાહ્મણો એ વેદ પરંપરાનુ રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ભાલોદ ખાતે 15 થી વધુ બ્રાહ્મણો એ ભાગ લીધો હતો.જેમા ભાલોદ ગામ માં રહેતા બહ્મસમાજની વાડીમાં ભૂદેવોએ સવારથીજ સમૂહ માં જનોઈ બદલવાની ધાર્મીક વિધીમાં જોડાયા હતા વૈદોક્ત મંત્રોચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ધારણ કરી હતી.




