બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.સ્કૂલ ઓફ આર્ટસ કોમર્સ અને સાયન્સના વિધાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા આદિવાસી સંસ્કૃતિના વારસાને જીવંત રાખી શકે તેવા આદિવાસી નૃત્યો,ગીત અને સંગીત દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.સાથે આદિજાતિ સમુદાય ની વેશભૂષા ને ફેશન શો ના આધુનિક અંદાજમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.જેમાં આદિજાતિ સમાજની વારસાગત પહેરવેશની જીવંતતાનો અનુભવ થયો હતો.અલગ અલગ સામુદાયિક પરંપરાનું આબેહૂબ આલેખન આ લોકનૃત્યોમાં અને લોકકલામાં અનુભવાયું. કુલપતિ દ્વારા સૌને વિશ્વ આદિજાતિ દિવસની સાથે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી વર્ષ ની શુભકાના પાઠવી હતી અને સમુદાય આધુનિકતા ની સાથે વારસા ને જીવંત રાખવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમની ખાસ વિશેષતા તરીકે સ્ટેજનું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બંને વિદ્યાર્થીઓ પિયુષ તડવી અને નિમિષા ભીલ દ્વારા વિશેષ શૈલીમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલગુરુ ડૉ.મધુકરભાઈ પાડવી અને કુલસચિવ ડૉ.વિજયસિંહ વાળા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં અને  વિધાર્થીઓને તથા અધ્યાપક મિત્રો ને વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી.આ સમગ્ર કાર્યક્રમ સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ ડૉ. દિગ્વિજયસિંહ રાણા,સ્કૂલ ઑફ આર્ટસ અને કોમર્સના પ્રિન્સિપાલ ડૉ.અમિતકુમાર ધોળકિયાના  માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!