ચામડિયા હાઈસ્કૂલ દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં આમોદ દેશભક્તિના રંગે રંગાયું

SHARE:

– રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠયા

આમોદ,

ચામડિયા હાઈસ્કૂલ દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા.તિરંગા યાત્રામાં સંસ્કાર વિદ્યાલયના બાળકો તેમજ શિક્ષકો પણ જોડાયા હતા.તેમજ નગરસેવકો પણ હાથમાં તિરંગા ઝંડા જોડાયા હતા.ડી.જે.ના તાલે દેશભક્તિના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા ઝંડા સાથે દેશભક્તિના સૂત્રો પોકાર્યા હતા.આમોદની ચામડિયા હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા તિલક મેદાન, દિલાવર મંઝીલ,જનતા ચોક, સરીપાપોળ,મચ્છીમાર્કેટ થઈ ચામડીયા હાઈસ્કુલ પરત આવી હતી.આ તિરંગા યાત્રામાં આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયા સાથે પોલીસ જવાનો તેમજ નગરસેવકો સહિત નાગરિકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને દેશદાઝની ભાવના ઉજાગર કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!