ભરૂચ,
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્રારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આ૫વા હેતુ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની વેબસાઈટ www.sportsauthority.gujarat.gov.in ૫ર જઈ તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી ફરજીયાત ઓનલાઇન અરજી કરવાની રહેશે.વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૮-૯ માંગલ્ય કોમ્પ્લેક્ષ, નવી કલેકટર કચેરી સામે, શક્તિનાથ રોડ, ભરૂચનો સંપર્ક કરવાનો રહેશે.ઓનલાઈન અરજી કરવામાં કોઇ તકલીફ હોય તો ઉ૫રોકત સરનામે રૂબરૂ આવેલને ઓનલાઈન અરજી કરી આ૫વામાં આવશે.







