ભરૂચ,
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે જીલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.સીતારામ સેવા ટ્રસ્ટ,આઈ.ટી.આઈની સામે તા.વાલીયા જી.ભરૂચ ખાતે સવારે ૯ કલાકે રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.જેમાં સરકારી, અર્ધસરકારી સંસ્થાના અધિકારીઓ/કર્મચારીઓ તથા જાહેર જનતાને આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
૧૫ મી ઓગસ્ટ-૨૦૨૫ સ્વાતંત્ર્ય દિન નિમિતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા તથા સરકારી અર્ધસરકારી સંસ્થાના અધિકારીઓ/કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતાને સહયોગ મળી રહે તે અંગે અપીલ કરવામાં આવે છે.તેમ નિવાસી અધિક કલેકટર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.




