ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “નશામુક્તિ અભિયાન” પ્રોગ્રામનું આયોજન

SHARE:

ભરૂચ,

ભરૂચની મુન્શી ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈમાં નશામુકિત અભિયાનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.ટી.દેસાઈ અને તેમની ટીમ પધારી હતી.જેમાં પી.એસ.આઈ એસ.ટી.દેસાઈએ પોતાનું વક્તવ્ય રજુ કરી નશા મુકિત માટેની સારી એવી સમજ આપી હતી.સાથે સાથે તાલીમાર્થીઓને નશો કરવાથી થતા નુકશાન બતાવી નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં તાલીમાર્થીઓએ પોતે નશાથી બચવવાનુ અને અન્યોને પણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અંતમાં આઈ.ટી.આઈના ઈન્ચાર્જ રીયાજ કડવા દ્વારા આભાર વિધિ સાથે પ્રોગ્રામની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!