એકતાનગર ખાતે અનિયમિત બસોના કારણે શાળાએ જવાની પડતી સમસ્યાનો હલ આવ્યો આવ્યો

SHARE:

– એકતાનગરના 19 ગામના 250 વિદ્યાર્થી માટે 20 AC ઈ બસની સેવા શરૂ કરાઈ : વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અનિયમિત બસોના કારણે શાળાએ જવાની પડતી સમસ્યાનો હલ આવ્યો આવ્યો એકતાનગર ના 19 ગામના 250 વિદ્યાર્થી માટે 20 AC ઈ-બસની સેવા શરૂ કરાતા વિધાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

નર્મદા જિલ્લામાં એસટી બસોના અપુરતી અને અનિયમિત સેવાઓના કારણે વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ઘણી તકલીફ પડતી હોય છે.વિદ્યાર્થીઓની મદદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ આવીને 19 ગામના 250 થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરી છે.સેવાના પ્રથમ દિવસે 180 વિદ્યાર્થીઓ ઈ- બસમાં મુસાફરી કરીને શાળાએ પહોંચ્યા હતા. છાત્રોની સલામતી માટે બસમાં ગાઈડ અને પોલીસ કર્મચારીને પણ તૈનાત કરવામાં આવ્યાં છે.ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ સેવાના અભાવને કારણે શાળાના બાળકોને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.આ મુશ્કેલીના નિવારણ માટે રાજય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપયોગમાં લેવાતી ઈ- બસોને વિદ્યાર્થીઓ માટે પણ દોડાવવાનો નિર્ણય લીધો હતો.ઓથોરિટી વિસ્તારના 19 ગામોના વિદ્યાર્થીઓ માટે 20 ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે.છાત્રોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી દરેક બસમાં ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે.ગોરા ખાતેની જય જ્યોતિ બાલિકા વિદ્યાલય, બોરીયાની પિન્ટુ લાલા વિદ્યામંદિર, ગરૂડેશ્વરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કેવડિયાની માધ્યમિક શાળા અને નવા ગામની રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ આ બસોમાં અવરજવર કરી રહ્યા છે સાથે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર માં વારંવાર રજુવાત કરવામાં આવી કે એસટી બસો નિયમિત કરવામાં આવે પરંતુ એ ન થયું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા હવે આ બસો ચાલુ કરાતા હવે વિદ્યાર્થીઓ પણ નિયમિત શાળા એ જતા થયા છે અને એમનું ભણતર પણ સુધરું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!