જંબુસર નગર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

સર્વોચ્ચ તત્વજ્ઞાન એટલે કૃષ્ણ, અસ્ખલિત પ્રેમ એટલે કૃષ્ણ,નટખટ, તોફાની, પરાક્રમી,રાજપુરુષ, પ્રાણી માત્રના હિતચિંતક,ગીતાના ઉપદેશક, ધર્મ રક્ષક, કર્મ રક્ષક એવા ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે.શ્રાવણ વદ આઠમ તિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો.આ દિવસે દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.જંબુસર શહેરના રામજી મંદિર, નકલંકદેવ મંદિર, બીએપીએસ મંદિર,વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર, વૈષ્ણવ મંદિર સહિતના મંદિરો તથા ઘરોમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નારા ગુંજતા હતા. ભગવાનનો જન્મ થવાનો હોય શેરી, મોહલ્લા, મંદિરોમાં ભીડ જોવા મળી હતી.બારના ટકોરે ભગવાનનો જન્મ થતાં જ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મ સમયનું દ્રશ્ય તાદ્રશ્ય થયું હતું.અને ભગવાનની આરતી દર્શનનો લાભ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, કાછીયા પટેલ સમાજ અગ્રણીઓ, સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી લાભ લીધો હતો.તથા જંબુસર સત્ય સાંઈ મંદિર, મઢીવાળી ખડકી,સોસાયટી વિસ્તારો સહિતોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા અને રંગે ચંગે ભક્તિ ભાવપૂર્વક લાલાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!