આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપરના બિસ્માર રોડથી છાસવારે અકસ્માતો

SHARE:

આમોદ,

આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ અત્યંત બિસ્માર બનતાં છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેથી નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો.ત્યાર સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે ટેમ્પો પલટી ગયો હતો.જેથી હાઈવે ઓથોરિટી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રિય ધોરીમાર્ગ નંબર ૬૪ આજે તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે.જ્યાં નજીકમાં શાળા, મદ્રેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો આવેલા છે.ત્યારે નેશનલ હાઈવે ઉપર આવેલી ખુલ્લી ગટરો અને મસમોટા ખાડા સ્થાનિકો માટે જોખમરૂપ બન્યા છે.

નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી મસમોટા ખાડા તેમજ તૂટેલી ગટર ના દેખાતા રાહદારીઓ અને વાહનચાલકોને અંદાજ લગાવવો મુશ્કેલી પડી રહી છે કે રસ્તો કેવો છે.ત્યારે નેશનલ હાઈવે ની બાજુમાં શાળાઓ હોવાથી બાળકોનો જીવ પણ સતત જોખમમાં રહે છે.ત્યારે સ્થાનિકોમાં ભય સતાવી રહ્યો છે કે જો કોઈ માસૂમ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ?શું તંત્રના અધિકારીઓ આ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? આ મામલે વારંવાર રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં તંત્રનું મૌન ભયજનક અને શંકાસ્પદ છે.મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ તો શરૂ થયું પરંતુ એમાં પણ બેદરકારીની હદ પાર થઈ ગઈ છે.ચાલુ વરસાદમાં જ છૂટું મટીરીયલ પાથરીને તંત્ર ફક્ત દેખાવ પૂરતું કામ કરી રહ્યું છે.જેથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!