સુપર સોલ્ટ કંપની દ્વારા મગણાદ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાયું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના મગણાદ ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા  મગણાદ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં આશરે 350 જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું.

જંબુસર તાલુકાના મગણાદ ગામે આવેલ સુપર સોલ્ટ કંપની 2008 થી મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવે છે. આ સહિત જંબુસર નગરમાં પણ સર્કલો ભેટ આપ્યા છે. કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતનભાઇ ત્રિવેદી અને ટીમ જે વખતો વખત મગણાદ ગામે સહાયના કાર્યો કરતા હોય છે.ચાલુ વર્ષે પણ શાળાના આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર તુષારભાઈ જૈન,ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ, ક્યુસી મેનેજર રોહિત મિશ્રા,રો સોલ્ટ મેનેજર કિરણભાઈ પટેલ, ઇલેક્ટ્રીક મેનેજર હેમેન્દ્ર યાદવ ડીસ્પેચ મેનેજર દેવેશ પટેલ સરપંચ લક્ષ્મીબેન રાઠોડ, ડેપ્યુટી સરપંચ મનિષાબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન આચાર્ય દેવદત્ત પટેલ દ્વારા કરાયું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે આજના પવિત્ર દિવસે પવિત્ર જગ્યામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો કંપની દ્વારા ઘણા સમયથી ગામને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે,ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સંચાલકો દ્વારા મદદ કરવામાં આવી છે તે સરાહનીય છે. આ કાર્યથી બાળકો પ્રોત્સાહિત થશે ભણતરમાં બાળકો આગળ વધે તે માટે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે 2047 માં ભારતને વિશ્વ ગુરુ બનાવવું છે. આપણી પાસે સફળ નેતૃત્વ છે સૌના સાથ અને સહકારથી વિકસિત ભારત બનાવીશું જેનું મુખ્ય પાયો શિક્ષણ છે તો બાળકોએ શિક્ષણમાં આગળ વધવા જણાવ્યું તથા માનસિંગપુરા પાસેના ચેક ડેમનું ટૂંક સમયમાં ખાતમુહુર્ત કરવામાં આવશે.

કંપની ડાયરેક્ટર કેતનભાઇ ત્રિવેદી શ્રાવણના છેલ્લા દિવસે શંકરદાદા, કૃષ્ણ ભગવાનની બાળકોએ કૃતિ રજૂ કરી તે બદલ આભાર વ્યક્ત કરી તમામના સાથ સહકારથી કંપનીની પ્રગતિ થઈ રહી છે ત્રીજા નવા પ્લાન્ટનો પ્રારંભ થનાર છે. તેમ કહી ભૂતકાળમાં ગ્રામજનોને મદદ કરી છે અને આગામી સમયમાં પણ મદદ કરવા તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે ડોક્ટર લવકુમાર પટેલ, એસએમસી અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ સિંધા,સહિત ગામ અગ્રણીઓ વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!