ગંદકીથી ખદબદતા એરિયામાં આમોદ પાલિકાએ ‘આઈ લવ આમોદ’ નું ડીઝીટલ બોર્ડ લગાવતા નગરજનોમાં રોષ

SHARE:

આમોદ,

આમોદ નગરપાલિકા દ્વારા ગંદકીથી ખદબદતા એરિયામાં આઈ લવ આમોદનું ડિઝીટલ બોર્ડ લગાવતા નગરજનો સહિત યુવા વર્ગમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. આમોદ પાલિકાએ નેશનલ હાઇવે નંબર ૬૪ ની બાજુમાં ગંદકીથી ખદબદતા અને દુર્ગંધ મારતી જગ્યામાં આઈ લવ આમોદનું ડિઝીટલ બોર્ડ લગાવતા નગરજનો રોષે ભરાયા છે.

ગંદકીથી ખદબદતા સ્થાનમાં આઈ લવ આમોદનું બોર્ડ લગાવવાથી આમોદ પાલિકાએ પોતાના અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો આપ્યો છે.તેમજ સરકારી નાણાંનો પણ દુરુપયોગ થતો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યુ છે.ત્યારે કેટલાકે પાલિકાની તીખળ કરતા જણાવ્યું હતું કે ગંદકીથી ખદબદતી જગ્યા ઉપર પાલિકાએ ‘આઈ લવ આમોદ’ નહીં પણ ‘આઈ લવ ગંદકી’ એમ લખાવવું જોઈએ.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!