ભરૂચ – અંકલેશ્વર વચ્ચે સિટી બસ અથવા તો એસ.ટી બસ શરૂ કરવા માંગ

SHARE:

શાળા – કોલેજે આવતા વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર કરવા ધારાસભ્યને રજૂઆત

ભરૂચ,

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં અભ્યાસ માટે જિલ્લાની સાત મુખ્ય કોલેજો આવેલી છે તેમજ આજ વિસ્તારોમાં અભ્યાસ માટે વિવિધ અભ્યાસ વર્ગના સંસ્થાનો તેમજ ટ્યુશન ક્લાસ આવેલા છે જેમાં અંકલેશ્વરથી તેમજ આજુબાજુના વિસ્તાર માંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભરૂચ આવે છે.

આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સમયસર પહોંચી શકે એ હેતું સવારના સમયે બપોરના સમયે તેમજ સાંજના સમયે પરિવારની યોગ્ય વ્યવસ્થા મળી રહે તેમજ અંકલેશ્વર એક ઔધોગિક નગરી છે ત્યાં ભરૂચ થી હજારો લોકો રોજ નોકરી ધંધા અર્થે જાય છે તેઓ માટે પણ યોગ્ય સહુલત મળી રહે એ માટે બસની ફાળવણી કરવામાં આવે.ભરૂચ – અંકલેશ્વર ટ્વીન સીટીને સાર્થકતા મળી રહે એ માટે નગરપાલિકા સંચાલિત સીટી બસ અથવા ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની એસટી બસ દ્વારા સ્પેશિયલ બસ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ તેમજ નાગરિકોને સહુલત અને સરળતા મળી રહે.

ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અભ્યાસ માટે ભરૂચ આવતા વિદ્યાર્થીઓને સમયસર તેમજ અગવડ ના પડે એ માટે ગુજરાત રાજ્ય પરિવહન એસટી વિભાગ દ્વારા યોગ્ય રૂટ તેમજ બસો વધારવામાં આવે.ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત સીટી બસનો અભ્યાસના સમય દરમ્યાન રૂટ કસક થી કોલેજ રોડ વધારવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સરળતા મળી રહે તેવી માંગ સાથે યુવા કાયર્કર યોગી પટેલ અને વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને આવેદન પાઠવી માંગ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!