અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષા સ્કૂલ ગેમ્સ ટેનિસ સ્પર્ધામાં બે મહિલા ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યા

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના ખેલજગતમાં ગૌરવનો ઉમેરો થયો છે. તાજેતરમાં યોજાયેલા રાજ્યકક્ષા સ્કૂલ ગેમ્સ ટેનિસ સ્પર્ધા – 2025 અમદાવાદ ખાતે ૨૩-૦૯-૨૫ના રોજ યોજાય હતી.જેમાં ભરૂચ જિલ્લાના બે પ્રતિભાશાળી ખેલાડીઓ જીવિકા શાહ તથા ધર્મી પટેલએ ઉમદા રમત દર્શાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જીવિકા શાહ દિલ્હી પબ્લિક સ્કૂલ અને ધર્મી પટેલ જીએનએફસી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને છેલ્લા ઘણા મહિનાઓથી સતત મહેનત તથા કઠોર તાલીમ લઈ રહ્યા હતા.રાજ્યસ્તરે યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ખેલાડીઓના આ સફળ પ્રદર્શન માટે તેમના કોચ આર્ચી ગોહિલ,શાળાના શિક્ષકો તથા જીલ્લા શિક્ષણાધિકારી તેમજ સમગ્ર જિલ્લા રમતગમત પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.જીલ્લાકક્ષાએ પણ એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભવિષ્યમાં આ બન્ને ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌશલ્ય સાબિત કરીને ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કરશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!