ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મકાન ભાડુઆત જાહેરનામા ભંગ હેઠળ વધુ બે ગુના નોંધાયા

SHARE:

– ઝઘડિયાના દધેડા ગામે પોલીસે મકાન ભાડે આપી પોલીસમાં નોંધ નહિ કરાવનાર એક મકાનમાલિક વિરૂધ્ધ બે ગુના દાખલ કર્યા

(જ્યશીલ પટેલ,ઝઘડિયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે મકાન ભાડે આપી તેની નોંધણી સ્થાનિક પોલીસમાં નહિ કરાવનાર મકાનમાલિક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસે બે ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથઘરી હતી.

મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન દધેડા ગામે હસમુખ મયજી વસાવા નામના મકાન માલિકની અલગ અલગ રૂમો સંદર્ભે તપાસ કરતા એક રૂમમાં મુળ ઉત્તરપ્રદેશનો અખિલેશ નામનો ઈસમ માસિક રૂપિયા ૩૦૦૦ ના ભાડાથી રહેતો હતો.ઉપરાંત અન્ય રૂમમાં મુળ ઉત્તરપ્રદેશનો વિરેન્દ્ર નામનો ઈસમ માસિક રૂપિયા ૩૦૦૦ ના ભાડાથી રહેતો હોવાનું જણાયું હતું. પોલીસે સદર મકાનના સંચાલક માલિક હસમુખ મયજી વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડિયાનો સંપર્ક કરી મકાન ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવેલ છે કે કેમ તે બાબતે પુછપરછ કરતા મકાન માલિક દ્વારા તેમણે મકાન ભાડુઆત સંબંધિત કોઈ નોંધણી કરાવેલ નથી એમ જણાવ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે સદર મકાન માલિક વિરૂધ્ધ મકાન ભાડુઆત જાહેરનામા ભંગ હેઠળ બે ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, અંકલેશ્વર,પાનોલી,દહેજ જેવા વિવિધ ઔદ્યોગિક  વિસ્તારોમાં ઘણા રાજ્ય બહારના પરપ્રાંતિય કામદારો કામ કરે છે.આવા પરપ્રાંતિય ઈસમો પૈકી કેટલાક ગુનાહિત મનોવૃતિ ધરાવતા ઈસમો મકાન દુકાનો ભાડે રાખીને રહેતા હોય છે અને જેતે વિસ્તારનું ભૌગોલિક સર્વે કરીને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાની સંભાવનાઓ રહેલી હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ મકાન દુકાનના માલિકોએ તેમના મકાન દુકાન ભાડે આપતા સમયે ભાડુઆત સંબંધિત જરૂરી નોંધણી સ્થાનિક પોલીસમાં કરાવવાની હોય છે.આમ નહિ કરનાર મકાન દુકાનના માલિકો સામે પોલીસ દ્વારા  જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કરવામાં આવતા હોય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!