વાગરા,
વાગરા ખાતે આવેલ HP પેટ્રોલ પંપ નજીક બે બાઈક સામસામે ભટકાતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
બનાવ અંગે મળતી માહિતી મુજબ આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત યુવકો પૈકી એક યુવકનો પગ ભાંગી ગયો હતો.જ્યારે અન્ય યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્ત યુવકોની ઓળખમાં એક યુવક પીપલીયા ગામનો રહેવાસી હોવાનું અને બીજો યુવક વાગરાના સારણ માર્ગ પર રહેતો પરપ્રાંતીય યુવક હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ હાથધરી હતી.પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.







