નેત્રંગ ગામને સ્વચ્છ બનાવવા ગ્રામ અને તાલુકા પંચાયતના સત્તાધીશો કામે લાગ્યા

SHARE:

– ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્યથી ગ્રામજનો પરેશાન : જાહેરસ્થળો ઉપર કચરો ફેંકનારા સામે શિક્ષાત્મક પગલા લેવાશે

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો-કરોડો રૂપિયાના ખર્ચે ભૌગોલિક-માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી.નેત્રંગ ગામની આન-બાન અને શાનમાં વધારો થયો હતો.પરંતુ નેત્રંગના જાહેર રસ્તા ઉપર ફેંકાતા કચરાના કારણે હાલ પરીસ્થિતિ વધુ ગંભીર બની છે.જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી અને સ્વામીનારાયણ મંદિરના વિસ્તારમાં નિત્યક્રમ ગમે તેમ ઠલવાય રહ્યો છે.ઠેર-ઠેર કચરાના ઢગ અને ગંદકીના સામ્રાજ્યથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચુક્યા છે.ભારે દુર્ગંધના કારણે રોગચારો ફાટી નિકળવાની દહેશત જણાઈ રહી છે.દરરોજ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતાં હરી ભક્તોમાં રોષ જણાઈ રહ્યો છે.તેવા સંજોગોમાં નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી  યોગેશ પવારે સમગ્ર વહીવટી તંત્રને કામે લગાવી યુધ્ધાના ધોરણે કચરો અને ગંદકીનું સામ્રાજ્ય દુર કરવામાં આવ્યું છે અને હવેથી નેત્રંગના જાહેર સ્થળો ઉપર કચરો ફેંકનાર અને ગંદકી ફેલાવનારા તત્ત્વો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે તેવું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!