વિજયાદશમી નિમિત્તે ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે પોલીસવડા દ્વારા શસ્ત્ર પૂજા

SHARE:

– રિવોલ્વર,બંદુકો સહીત પોલીસ વાહનો,અશ્વ તેમજ શ્વાનનું પૂજન અર્ચન કરાયું

ભરૂચ,

અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમી નિમિત્તે ભરૂચમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે પણ શસ્ત્રપૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.

વિજ્યા દશમી દશેરા મહાપર્વના મહિમા વર્ણવતી અનેક કથાઓ છે.જેમાં ભગવાન રાજા રામે દશેરાના દિવસે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો.એમ કહેવાય છે કે ૧૨ વર્ષનો વનવાસ અને ૧૩ માં વર્ષના અજ્ઞાત વાસ પછી પાંડવોએ શમી વૃક્ષમાં સંતાડેલ એમના દિવ્ય શસ્ત્રોનું પૂજન કરી ધારણ કરેલા આ પરંપરા આજે પણ જળવાઈ રહેલી છે.જેથી ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર શસ્ત્ર પૂજનના આયોજન કરાતા હોય છે.ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે પણ શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ આજે વિજ્યા દશમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો.ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પર્વનું ઘણું જ મહત્વ રહેલું છે.આજના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાતા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના શસ્ત્રો રિવોલ્વર,બંદુકો,સ્ટેનગન સહીત પોલીસ વાહનો,અશ્વ તેમજ શ્વાનનું પૂજન અર્ચન કર્યું હતું અને જીલ્લાવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવવા સાથે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી.આ પ્રસંગે એ એસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી સી કે પટેલ,પી એલ ચૌધરી, કુશલ ઓઝા,એસટીએસસી સેલ ડીવાયએસપી અનિલ સીસારા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ અને ટ્રેનિંગ લઈ રહેલી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!