ગાંધી આશ્રમ ખાતે આમોદ કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

SHARE:

આમોદ,

આમોદમાં ગાંધી આશ્રમ ખાતે આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૉંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કૉંગ્રેસી કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલ ઐતિહાસિક દાંડી કૂચના દ્રશ્યો નિહાળવામાં આવ્યા હતા.તેમજ ગાંધીજીના સૂત્રો,વિચારો તથા તેમના જીવન પર આધારિત પુસ્તકોનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.ગાંધી જયંતી નિમિત્તે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી એ જણાવ્યું હતું કે,’આજના યુગમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત અને સત્યના માર્ગનું અનુસરણ કરવું એ સમયની માંગ છે’.આ પ્રસંગે મોટી સંખ્યામાં આમોદ શહેર તથાં તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!