(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એકતાનગર વિસ્તારમાં થયેલ સરકારી અનાજની ચોરીમાં ફરીયાદી જ આરોપી નીકળતા ઉલ્ટા ચોર કોટવાલને દાંટે જેવો ઘાટ ઘડાયો હતો.
સંદીપ સિંઘ પોલીસ મહાનિરીક્ષક વિભાગ વડોદરા તથા વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાની કડક સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદાએ એકતાનગર પો.સ્ટે વિસ્તાર માં અનાજ ચોરી થયેલ જે અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા સુચના કરતા
ફરીયાદી મફતભાઈ મોતીભાઈ વાઘેલા ધંધો.વેપાર રહે.બી/૧૧,ઓમકાર શીખર ટેનામેન્ટ,તરસાલી બાયપાસ વડોદરાનીયુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા પડી ભાગેલ અને પોતાના ગોડાઉન માં પુરતો સ્ટોક ન હોવાથી આ ફરીયાદીએ એક્તાનગર પો.સ્ટે ખાતે ચોરીની ખોટી ફરીયાદ કરેલ જે ફરીયાદ બાબતે મફતભાઈ નેએલ.સી.બી ટીમ દ્વારા સઘન પુછપરછના આધારે જાતે જ આ અનાજની ચોરી કરેલાનુ કબુલાત કરેલ છે. તેથી તેની સામે વધુ કાયદેસર કાર્યવાહી સારુ એક્તાનગર પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.




