NTPC ઝનોરના CSR પ્રોગ્રામ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પામેલ બહેનોને પ્રમાણપત્ર અને કીટ અર્પણ

SHARE:

ભરૂચ,

NTPC ઝનોર નાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોગ્રામ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન (JSS) ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

‘બ્યુટી કેર આસિસ્ટન્ટ’ અને ‘આસિસ્ટન્ટ કમ્પ્યુટર ઓપરેટર’ના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રસંગે પ્રમાણપત્ર અને જરૂરી કીટ્સ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં NTPC મુંબઈ ખાતેનાં મહિલા સખી મંડળનાં સીમા તખેલે અને NTPC ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ સુજાતા પાતરાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતાં. જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ ઉપરાંત કાર્યક્રમમાં ગાયત્રી મહિલા ટ્રસ્ટનાં પદાધિકારીઓ આકાંક્ષા સક્સેના (ઉપપ્રમુખ),જોશનાબેન,મમતા ત્રિપાઠી તેમજ જન શિક્ષણ સંસ્થાનનાં ટ્રેનર છાયાબેન પાટીલ અને કુમારી યુક્તા રાજ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અંતે શ્રી ગાયત્રી મહિલા ટ્રસ્ટના ઉપપ્રમુખ આકાંક્ષા સક્સેનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!