– જંબુસર તાલુકાના મહાપુરા ગામનો રોડ નું કામ અંગે પૂછતા પી.ડબ્લ્યુ.ડી અધિકારીની દાદાગીરીનો મામલો આવ્યો સામે
(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર–મહાપુરા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડ જંબુસર રેલ્વે લાઈનને ક્રોસ કરીને પસાર થાય છે,પરંતુ રેલ્વે નજીકનો લગભગ 200 મીટર જેટલો રોડ ભાગ અધૂરો મૂકવામાં આવ્યો છે.
સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પી.ડબ્લ્યુ.ડીના અધિકારીને પૂછપરછ કરી હતી.તો અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કર્યું,પોલીસ બોલાવવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી.
ગામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો લોકો જાહેર હિતના પ્રશ્નો પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે?
ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવી છે.




