તોડકાંડ મુદ્દે સાંસદ મનસુખ વસાવા આક્રમક : ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ

SHARE:

(જ્યોતિ જગતાપ, રાજપીપલા)

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી આપ અને ભાજપા વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનું રાજકારણ ગરમાતું જાયછેએક તરફ ભાજપાનાં સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી આક્ષેપો થતા રહે છે તો બીજી તરફ જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવા અનેજિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ વચ્ચેની લડાઈ તો ત્રીજી બાજુ ભાજપાનાં ધારાસભ્ય દર્શના બેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવાનાં એકબીજા સામેના આક્ષેપ પ્રતિ આક્ષેપોથી ભરૂચ નર્મદાનું રાજકારણ સતત ગરમાતું રહે છે.

એવા નર્મદા જિલ્લા માં તાજેતારમાં બે વખત વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમન ટાણે મોટા કાર્યક્રમ અંગે થયેલ તગડા ખર્ચ અને તગડા બીલો સામે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ખર્ચ અંગે સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે ચૈતર વસાવાએ 75 લાખ ની માર્ગ મકાન અધિકારી પાસે માંગણી કરી તોડ પાણી કરતાં હોવાનો ગંભીર આક્ષેપ મુક્યો હતો.આ મુદ્દે ધારાસભ્ય અને સાંસદ નો 75 લાખનો તોડનો વિવાદમાં રાજકારણ ગરમાયુ છે.

ચૈતર વસાવાએ જિલ્લા કલેકટર પાસે જઈ મીડિયા ની હાજરીમા સીધો સવાલ કર્યો કે 75 લાખ મેં ક્યારે તમારી પાસે માગ્યા?ત્યારે જિલ્લા કલેકટર દ્વારા સાંસદે કરેલા આક્ષેપને નકારતાં રાજકારણ  ફરી એકવાર ગરમાયુ છે.

રોષે ભરાયેલા સાંસદ મનસુખ  વસાવાએ સરકાર અને અધિકારીઓ પર સીધું નિશાન તાક્યું હતું. અને મીડિયા સામે સાંસદે નિવેદન કરતાં જણાવ્યું હતું કેહું સાચો છું.સરકાર મારી સાથે ન્યાય નહિ કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઇશ.સાંસદ મનસુખ વસાવાનાં આ નિવેદનથી ભરૂચ નર્મદા નાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આક્રોશ વ્યક્ત કરતાં સાંસદે જણાવ્યું કે હું અધિકારીઓ અને સરકાર માટે ખોટા લોકો સામે લડુ છું.75 લાખ ચૈતર વસાવા એ માગ્યા એ મને જિલ્લા કલેકટરે જિલ્લા પ્રમુખ સામે મને રજૂઆત કરી હતી.આજે જિલ્લા કલેકટર એમની સામે ના પાડે એટલે એ એમની સાથે મળી ગયા છે.

હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું અને આવા ખોટા લોકો ની સામે એક્શન લેવા જોઈએ પણ એને બચાવી રહ્યા છે.આ બાબતે કલેકટર એને બચાવી રહ્યા છે કે સરકાર એ મારે જાણવું છે હું આવા ખોટા લોકો નું નહિ ચલાવી લઉએમ કહી સાંસદ ગુસ્સે ભરાયા હતા.

નર્મદા જિલ્લામાં હાલ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના કિસ્સા માં રાજકારણ ગરમાયુ છે.

સાંસદે મીડિયા સાથે વાત કરી કે ચૈતર વસાવા એ જિલ્લા સંકલન માં બે વાર કાર્યક્રમ ને લઈ હિસાબ માગ્યો છે અને અધિકરીઓએ હિસાબ પણ આપ્યો છતા અધિકારીઓને ડરાવી ૭૫ લાખ માગ્યા અને સાંસદે આ મુદ્દો ઉઠવ્યો એટલે પૈસા ન મળ્યા.ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદ ની વાતને નકારતાં સાંસદે કહ્યું કે મેં સરકાર સાથે રહી કામ કરી રહ્યો છું અને જિલ્લા કલેક્ટર પાસે ૭૫ લાખ માગ્યાનું રેકોરિંગ પણ  મારી પાસે છે. પણ જિલ્લા કલેકટર કેમ આ વાત ને છુપાવી રહ્યા છે એ મને ખબર નથી પડતી! હું અધિકારી અને સરકાર તરફેણમાં બોલી આવા લોકો સામે હું લડી રહ્યો છું અને સરકારને પણ હું કહું છું કે અમારી સરકારે પણ આ બાબતે બોલવું પડે. આ કોઈ સામાન્ય બાબત નથી. ખૂબ ગંભીર બાબત છે. આ વાત મીડિયામાં વારંવાર આવે છે તો સરકારે આમા ન્યાય કરવો પડશે કે જિલ્લા કલેકટર સાચો છે ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા સાચો છે?,જે બાબતે કલેકટરે સ્ટેન્ડ લેવું પડશે. આ બાબતે રાજ્ય સરકારે પણ સ્ટેન્ડ લેવું પડશે. આ બાબતે હું છોડવાનો નથી. હું સાચો છું ,જિલ્લા કલેકટર સામે ચૈતર વસાવા હાવી થાય છે અને કલેકટર ડરપોક હોઈ એમ બેસી રહ્યાં છે.આ બાબતે હું સરકારમાં રજુઆત કરવાનો છું અને  સરકાર મારી સાથે ન્યાય નહિ કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશની ચીમકી ઉચ્ચારી હતી.હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું અને આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ પણ એને બચાવી રહ્યા છે ,આ બાબતે કલેકટર એને બચાવી રહ્યા છે કે સરકાર? એ મારે જાણવું છે હું આવા ખોટા લોકો નું નહિ ચલાવી લઉ એમ કહી સાંસદ ગુસ્સે ભરાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!