ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરિયા લાયન્સ કલબ દ્વારા દર્દીઓને સુખડી વિતરણ કરવામાં આવી

SHARE:

– સંસ્થા દ્વારા ગરીબ બહેનોને સાડી ચણિયા વિતરણ કરવામાં આવ્યા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઘણીવાર કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા દવાખાનાઓમાં દાખલ થયેલ દર્દીઓને વિવિધ પૌષ્ટિક ખાધ વસ્તુઓ વિતરણ કરવામાં આવતી હોય છે,આવી વસ્તુઓનું વિતરણ કરવાનો હેતુ મુખ્યત્વે દર્દીઓને મદદરૂપ થવાનો તેમજ દર્દીઓ વચ્ચે જઇને તેમની ખબરઅંતર પુછીને તેમના દુખમાં સહભાગી થવાનો હોય છે.ઝઘડિયા ખાતે આવેલ સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલની ગણના ગુજરાતની અગ્રગણ્ય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં થાય છે. આ દવાખાનામાં સગર્ભા મહિલાઓની સારવાર, પ્રસુતિ, આંખની સારવાર,ટીબીની સારવાર સહિત વિવિધ બિમારીઓની સઘન સારવાર આપવામાં આવતી હોય છે.આજરોજ સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલ ઝઘડિયા ખાતે લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એરીયા અને વુમન દ્વારા દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ જરૂરીયાતમંદ બહેનોને સાડી ,ગાઉન,ચણીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ પ્રસંગે લાયન્સ કલબનો આભાર માન્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!