મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા નાનાં ભૂલકાઓને પતંગ, દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરાયું

SHARE:

ભરૂચ,

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવ નગર સેવા વસ્તીમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાનાં ભૂલકાઓને પતંગ, દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન આપવાનો મહિમા રહેલો છે.તો બીજી તરફ ભાજપ પાર્ટી દ્વારા પણ વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે.જેના ભાગરૂપે ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવ નગર સેવા વસ્તીમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા,ભરૂચ તાલુકા મહામંત્રી જયદેવ પટેલ તેમજ ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર,ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ભરૂચ જીલ્લાના પુર્વ સંયોજક રોહિત તોમર સહિતના આગેવાનો દ્વારા નાનાં ભૂલકાઓને પતંગ, દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે આયોજિત આ સેવા કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!