ભરૂચ,
ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ અને પોલીસના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતની શીલીયાબેનનું ત્રણ વર્ષ પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું.
મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલ અનૂપપૂર જિલ્લાના ઉરતાણ ગામના રહેવાસી આશરે ૫૫ વર્ષીય શીલીયાબેન એક્કા ત્રણ વર્ષ પહેલાં ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતાં તેઓ આશરા માટે શીલીયાબેનને અનાથ ઘરડા ઘરમાં લઈ આવ્યા હતા.
ત્યાર બાદ શીલીયાબેનને તેમનું સાચું નામ, ક્યાંના છે એવી કોઈ જ ખબર ન હોતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમઝી શકતાં ન હોતાં.સંસ્થાના સ્વયંસેવકો શીલીયાબેનની ત્રણ વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી હતી.આટલા વર્ષો પછી શીલીયાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી હતી.એમણે આપેલ માહિતી મુજબ સેવાયજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે પણ થોડાજ દિવસમાં શીલીયાબેનના પરિવારને શોધીને સેવાયજ્ઞ સંસ્થાનો કોન્ટેક કરાવ્યો હતો.
શીલીયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને ૨૦૨૨ માં ગુમ થઈ ગયા હતા,ઘણી શોધ કરી તેમ છતાં એમની કોઈ ભાળ મળેલ નહોતી.ત્યાર બાદ સેવાયજ્ઞ સમિતિએ શીલીયાબેનના પુત્ર અને જમાઈને બોલાવી એમની સાથે મેળાપ કરાવ્યો હતો.સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણાં અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન થતા ખુશીની લાગણી પ્રસરી હતી.




