ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વના દિવસ દરમ્યાન અબોલ પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ભરૂચ વન વિભાગ અને પશુપાલન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકારની કરૂણાસભર પહેલ છે.ભરૂચ વનીકરણ વિભાગના અધિકારી ભાવના દેસાઈએ આપેલી વિગતો મુજબ ઉત્તરાયણના પખવાડીયા દરમ્યાન ભરૂચ વિસ્તારમાં ૪૦ જેટલા પક્ષીઓનું રેસ્ક્યૂ કરી સફળ સારવાર બાદ તેમને નવજીવન મળ્યું અને જેમાંથી ૪ અબોલા પક્ષીઓના મુત્યુ થયા,અંકલેશ્વર વિસ્તારમાં ૨૭ પક્ષીઓની સારવાર અને ૧૨ ના મૃત્યુ, વાગરામાં ૧ ની સારવાર અને ક્ષેત્રિયપેટા વન વિભાગ કુલ ૨ પક્ષીઓની સારવાર કરી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.આમ કુલ ૭૦ જેટલા અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરી જેમને યોગ્ય સારવાર-સંભાળ બાદ નવજીવન આપવામાં સફળતા મળી છે.જ્યારે સારવાર પૈકી ૧૬ જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.
ભરૂચ જિલ્લામાં વનવિભાગ સાથે પશુ સારવાર સંસ્થાઓ (પશુપાલન વિભાગ) અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના સહયોગે પણ અબોલા પક્ષીઓ માટે નોંધનિય કામગીરી કરી છે.ભરૂચ જિલ્લામાં ૨૫ જેટલા કબૂતર, ૦૧ ઘુવડ, ૦૧ પેલિકન જેવા કુલ ૨૭ પક્ષીઓને રેસ્ક્યૂ કરી જેમને યોગ્ય સારવાર-સંભાળ આપી હતી અને ૧૩ જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા.
ઉત્તરાયણ પર્વના દિવસ દરમ્યાન દોરી, માનવીય બેદરકારી અને અન્ય કારણોસર ઘાયલ થયેલા કુલ ૧૬૦ અબોલ પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી સમયસર સારવાર અને સંભાળના પરિણામે ૯૭ અબોલ પક્ષીઓને નવજીવન આપવામાં સફળતા મળી જ્યારે દુર્ભાગ્યવશ ૨૯ પક્ષીઓ સારવાર દરમ્યાન અથવા સારવાર પૂર્વે મૃત્યુ પામ્યા હતા.




