(ભાવેશ પંડ્યા,ભાલોદ)
દાન, પુણ્ય અને આકાશીય યુદ્ધ માટે જાણીતા મકરસંક્રાતિ પર્વની ઉજવણી ભરૂચ જિલ્લા સહીત ઝઘડીયા તાલુકા માં પરંપરાગત ઉત્સાહ સાથે આનંદના વાતાવરણમાં કરવામાં આવી હતી. ઝઘડીયા તાલુકાના ભાલોદ રાજપારડી સહીત ના ગ્રામ્ય વિસ્તાર મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યું હતું.પતંગ રસિયાઓને સવારથી મોજ પડી ગઈ છે. હળવી ઠંડીની વચ્ચે યોગ્ય પવનથી આકાશી યુધ્ધે ચડેલા યુવા હૈયાઓ આનંદ અને ઉલ્લાસ સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી હતી વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ ધાબા પર ચઢી ગયા હતા. અને પતંગો ઉડાવી રહયા હતા.અમુક લોકો સવારના સમયે પતંગની કિન્નાર બાંધીને પર્વની તૈયારીઓમાં લાગી ગયા હતા.તો કેટલાકે રાતથી જ તૈયારીઓ કરી દીધી હતી.પતંગ રસીકો પોતાના પરીવાર તેમજ મિત્ર વર્ગ સાથે પતંગ ચગાવવા મકાનની છત પર પહોંચી ગયેલા યુવા હૈયાઓએ વહેલી સવારથી જ ડીજેના તાલે નાચવા લાગ્યાં હતાં. ઉત્તરાયણને લઇ નાના-મોટેરાઓ સૌ કોઈ ધાબા પર પતંગોના દાવ પેંચ રમાડી કાયપો છે ના નાદ સંભળાઈ રહયા હતા પતંગ કપાતા જ લપેટ અને કાપ્યો છે ની ચીચીયારીઓ જોવા મળી રહી હતી.બપોરે લોકોએ ધાબા પર જ ઊંધિયા- જલેબીની લિજ્જત માણી હતી.ધાબા પર લોકો ચશ્મા અને ટોપી પહેરીને સેલ્ફીઓ પડાવતા હતા.તો કેટલાક લોકોએ કપાયેલી પતંગ લૂંટીને પર્વનો નિર્દોષ આનંદ લૂંટ્યો હતો. ભાલોદ પંથક મા આછી પંગત ચગવા સાથે.ગ્રામ્ય વિસ્તારમાં ઉતરાણય પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી
હિન્દૂ ધર્મશાસ્ત્રમાં મકરસંક્રાંતિ પર્વ પર દાનનુ વિષેસ મહત્વ હોય ત્યારે ઉત્તરાણયના દિવસે વેહલી સાવરથી જ મહીલાઓએ ગૌમાતાની પૂજા,અર્ચના કરી ઘાસચારો અને ગોળ ઘી મીસ્રીત ઘૂઘરી ખવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યુ હતુ.




