(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરપાલિકા સંચાલિત એસ એન્ડ આઈ સી હાઈસ્કુલ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત લોન મંજૂરી પત્ર વિતરણનો વિશેષ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ અમિષા શાહના અધ્યક્ષ સ્થાને યોજાય હતો.જેમાં એસ બી આઈ,કેનેરા, બી ઓ બી મેનેજર સહિત ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેરળના તિરૂવનંતપુરમ ખાતે યોજાયેલા પીએમ સ્વનિધિ યોજનાના રાષ્ટ્રીય કાર્યક્રમનું સીધું પ્રસારણ નગરપાલિકાકક્ષાએ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વરોજગાર કરતા નાના વેપારીઓને નાણાંકીય સહાય, ક્રેડિટ કાર્ડ તેમજ તાલીમ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો.કાર્યક્રમ દરમ્યાન PM SVANidhi યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.યોજનાના પ્રથમ તબક્કામાં રૂપિયા 15,000 ની લોન માટે 5 લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં રૂપિયા 25,000 ની લોન માટે 5 લાભાર્થીઓને તેમજ ત્રીજા તબક્કામાં રૂપિયા 50,000 ની લોન માટે 5 લાભાર્થીઓને લોન મંજૂરી પત્રો તેમજ લોનના ચેક ઉપસ્થિતોના હસ્તે આપવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમથી નાના વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને સીધો પહોંચતો હોવાનું જણાયું હતું.આ પ્રસંગે નગરપાલિકા સદસ્યો, કર્મચારી ગણ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.




